નેમિનાથદાદા

ગિરનારના નેમિનાથ પ્રભુની પ્રતિમા વજ્રની બનેલી છે. 🌹

❇ આ વાત લગભગ 700 વર્ષ પહેલાંની છે. 🌹 🌹

    બાદશાહ સુરત્રાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ને પૂછ્યું કે સૂરિદેવ ! તમારાં ધર્મમાં                  ગિરનારનાં ઘણાં ઘણાં ગીત ગાન ગવાયાં છે ! તો શું ગિરનાર આટલો પ્રભાવશાળી છે ?🌹🌹 

    " હા , બાદશાહ જૈન જ ધર્મમાં નહિ પણ બીજાં બધાં ધર્મોમાં ગિરનારને એક પવિત્ર તીર્થ તરીકે         નિહાળે છે. અમારાં નેમિનાથ પ્રભુનું વિશાળ ત્યાં જિનમંદિર છે. એમના ત્રણ - ત્રણ                        કલ્યાણકોથી એ ધરતી ધન્ય બની ગઈ છે. "🌹🌹

    ' મંદિર - મૂર્તિનો કોઈ પ્રત્યક્ષ પ્રભાવ ખરો , સૂરિજી ? બાદશાહે પૂછ્યું. '🌹🌹

    અને આચાર્ય શ્રી જિનપ્રભસૂરિ મ.સા. ની સાથે બાદશાહ સૂરત્રાણ એક દિવસ ગિરનાર                    આવ્યો...🌹🌹

    સૂરીજીના મનમાં શ્રદ્ધા હતી , બાદશાહના મનમાં શંકા હતી...

    ગિરનારની ભવ્યતાને મુગ્ધભાવે નિહાળતો બાદશાહ એની ગોદમાં આવી ઉભો. પરીક્ષાની            પળ હવે હાથવેંત હતી.... 🌹 🌹

   ગિરનારની પ્રકૃતિને દેખાતો બાદશાહ સૂરત્રાણ નેમિનાથ પ્રભુના દેરાસરમાં દરબારમાં આવી            ઉભો. ત્યાં પહોંચતાં જ બાદશાહને પોતાના ગર્વ ખંડનનો ભય લાગ્યો... 🌹 🌹

    અષાઢી વાદળની શ્યામળતા , એ પ્રતિમાની પાસે પાણી ભરે એવી હતી. એનું સપ્રમાણ                    દેહકંડારણ અને એની મોહકતા પર બાદશાહ વારી ઊઠ્યો. એને થયું : આની પર વળી                    પરીક્ષા કરવાની હોય ! આજુબાજુના વાતાવરણનો કણ કણ બાદશાહને પોકારી રહ્યો કે ,                બાદશાહ ! પરીક્ષા કરવાનું માંડી વાળ. તારી શાન નહિ જળવાય. આ મૂર્તિ જ નહિ પરંતુ આ         જિનાલયની એક - એક ઈંટ દેવોના વાસથી સુરક્ષિત છે !🌹🌹

    આવા પોકારથી બાદશાહ વિસ્મિત બની ઊઠ્યો. પણ ત્યાં તો એના અંતરનો એક અવાવરું            ઓરડો ખુલ્લો થયો. અશ્રદ્ધાનો એક ઓછાયો એમાંથી બહાર નીકળ્યો ને એણે પુકાર કર્યો :🌹

    ' બાદશાહ ! પરીક્ષાની પળને ટાણે જ દેવી - દેવતાઓની હાજરાહજૂરી કરાય છે. માટે કરી લે            પરીક્ષા ! કદાચ તારો ય જય થાય ! '🌹🌹

    અને બાદશાહે પ્રતિમા સમક્ષ પોતાનું વજ્ર ઉગાવ્યું !🌹🌹

    આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી ધ્યાનમગ્ન બેઠા હતા. ત્યાં તો અવાજ થયો : ખ...ણ... ણ ! ખણ...         ણ ! ખણ....ણ !🌹🌹 

    બાદશાહે ભગવાન નેમિનાથની પ્રતિમાં પર ત્રણ ત્રણ વજ્રઘાત કર્યા. છતાં એની કાંકરીય ન            ખરી. બાદશાહ છક્ક થઈ ગયો : એણે પુનઃ એક વજ્રઘાત જોરથી કર્યો. પણ રે ! આ શું !                બાદશાહ ફાટી આંખે જ જોઈ રહ્યો. મૂર્તિમાંથી અગ્નિનાં જ્વલંત સ્ફુલિંગો ખરવા માંડ્યાં !                જાણે વીજળીના જ ટુકડાઓ !🌹🌹 

    અગ્નિકણોના એ તેજથી બાદશાહ ગભરાયો. એને થયું આ સ્ફુલિંગની ચિનગારીઓ મારા દેહને         ભડથું તો નહિ બનાવી દે ને ? બાદશાહે પોતાના હાથમાં રહેલું વજ્ર એક જ ઝાટકે દૂર ફેંકી                દીધું. 🌹 🌹

    વજ્ર ફેકવાના અવાજથી સૂરિજીનું ધ્યાનભગ્ન થઈ ગયા. એમને જોયું કે બાદશાહ સુરત્રાણ                નેમિનાથ પ્રભુના ચરણે ભેટી પડ્યો હતો. અને ઊંચે સાદે એ અરજ ગુજારી રહ્યો હતો :🌹🌹

 ❇    પ્રભુ મારા કસૂરને માફ કરજો ! મેં આપના પ્રભાવને , અનુભવની એરણ પર ચડાવવાની                     બદમુરાદ કરી. પણ હવે સમજાય છે કે એ મારો કસૂર હતો.

    બાદશાહ સુરત્રાણ થોડી પળો સુધી એમ ને એમ ધૂટણિયે પડી રહ્યો. થોડીકવાર પછી                    બાદશાહ ઉભો થયો. શ્રદ્ધાના એ વિજયની ખુશાલી રૂપે , જતાં જતાં ભગવાન નેમનાથના                ચરણે સુવર્ણનો ઢગ સમર્પિત કર્યો. 🌹 🌹


    ✍🏼  ગિરનાર પ્રેમી.

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ