અનુપમા દેવી
*ફક્ત ચોખાનો એક દાણો* *૮૦૦ વર્ષ પહેલાંની વાત.* *સ્થળ આબુ દેલવાડા* *કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે* *અનુપમા દેવી આવે છે.* *ને બધાં ઊભા થઈ જાય છે.* *આંખોમાં અહોભાવ છે.* *ચહેરા પર કૃતજ્ઞતા છે. હાથ જોડેલા છે.* *આદેશ કરો - એમ જાણે વગર બોલે* *તેઓ બોલી રહ્યા છે.* *ને અનુપમાદેવીએ કહ્યું ,* *" પ્રવેશદ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે."* *શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા.* *" ને મારા હાથમાં પૂજાની છાબ હોવી જોઈએ."* *શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા.* *" ને છાબડીમાં ફક્ત એક ચોખો હોવો જોઈએ.* *બીજું કાંઈ જ નહીં."* *" હે શેઠાણી બા , અમે એ છાબડીમાં સોનામહોરો , ફૂલો , પૂજાપો ન કંડારી દઈએ ? એક ચોખો જ કેમ ? "* *ને અનુપમાદેવીએ આંખમાં ઝળઝળિયા સાથે ગળગળા સાદે કહ્યું ,* *" મારે જગતને એ સંદેશ આપવો છે.* *કે પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે.* *તેમાંથી એક ચોખા જેટલું જ અહીં વાપર્યું છે.* *કરચના ભારોભાર ચાંદી અને સોનું આપ્યાની વાતથી લોકો અમને બહુ મોટા દાનેશ્વરી ન સમજી લે.* *એટલા માટે જ આ વાત છે."* *વાત આપણી છે.* *ક્યાં અનુપમા દેવીની ખજાનો...