દહેરાસરની વિધી

 દહેરાસર ની વિધી અને ૧૬ ભાવ..🙏🌹

૧. "પ્રથમ નીસિહી":

-આપણે મન,વચન,કાયાથી સંસારના કાર્યો ત્યાગ કરવા માટે બોલવી.

૨. "બીજી નીસિહી":-

-આપણે મન,વચન, કાયાથી દહેરાસર સંબંધી વાતોના ત્યાગ માટે બોલવી.

૩. "ત્રીજી નીસિહી":- આપણેમન,વચન,કાયાથી,દ્રવ્ય ત્યાગ કરી ભાવ પૂજામાં સ્થિર થવા માટે બોલવી.

૪. "જળ પૂજા" :-

-આપણા આત્મા ઉપર લાગેલા કર્મરૂપી મેલને ધોવા માટે કરવી

૫. "ચંદન પૂજા" :-

-આપણા આત્માને ચંદન જેવો શીતલ બનાવવા માટે કરવી.

૬. "ફૂલ પૂજા" :-

-આપણો આત્મા પત્થર જેવો કઠીન છે તેને ફૂલ જેવો કોમળ બનાવવા માટે કરવી.

૭. "ધૂપપુજા":-

-આપણા આત્મામાંથી દુર્ગુણો કાઢી સદગુણો લાવવા માટે કરવી.

૮. "દીપક પૂજા" :-

-આપણા ઉપર આવેલા અજ્ઞાનતાના અંધારા દૂર કરીને જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવા માટે.

૯. "અક્ષતપૂજા" :-

-અક્ષયપદ મેળવવા માટે.

૧૦. "નૈવેધપૂજા" :- અણહારીપદ મેળવવા માટે.

૧૧. "ફળપૂજા" :-

-મોક્ષરૂપી ફળ માટે કરવી.

૧૨. "સાથીયો" :-

-ચારગતી ને નાસ કરવા માટે.

૧૩."ત્રણઢગલી":-

-સમ્યગ્જ્ઞાન,સમ્યગ્દર્શન,સમ્યગ્ચારિત્રની પ્રાપ્તિ માટે.

૧૪ ."સિદ્ધશીલા":- 

-સિદ્ધ થવા માટે,આત્માને ચોખા જેવો ચોખ્ખો કરવા માટે,

૧૫ ."ઘંટ":- 

-આપણે પરમાત્મા ના પૂજા કરી તેનો આનંદ અંદરથી પ્રગટ થયો માટે વગાડવાનો હોય છે.

૧૬.""ચાંદલો"":- 

-પરમાત્મા ની આજ્ઞાને માથે ચડાવવા માટે ચાંદલો કરવો.


🙏 બહુજ ભક્તિભાવથી પૂજા કરવી ચૈત્યવંદન,સ્તવન,થોય, સજ્ઝાય,ભાવ પૂર્વક બોલવા. 

🙏બધુંજ થાય પછી ""પરમાત્મા"" સામે પાંચ મિનિટ આંખો બંધ કરી બેસવું."શુદ્ધ ભાવ" થી કહેવુ કે,👏 હે પ્રભુ !મને જલ્દી સંયમ મલે અને આરાધના કરી મોક્ષની પ્રાપ્તિ થાય.

🙏  જિનાલય ની બહાર આવ્યા પછી ઓટલો કે બાંકડો હોય ત્યાં બેસી ત્રણ નવકાર ગણી પછી ઘેર જવું.🙏

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ