શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ

શ્રી શત્રુંજય તીર્થની આરાધનાનું ફળ.

૧) ધરમાં બેઠા શત્રુંજયનું ધ્યાન ધરે તો ૧ હજાર પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે.

૨) શત્રુંજય તીર્થયાત્રા ન થાય ત્યાં સુધી અમુક ઇષ્ટ વસ્તુ ન ખાવી તેવો અભિગ્રહ કરે તો ૧ લાખ પલ્યોપમના પાપ કર્મો નાશ પામે છે.

૩) શત્રુંજયની યાત્રા કરવા ઘરેથી નીકળે તો ૧ સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૪) શત્રુંજય મહાતીર્થ ઉપર ચડી શ્રી મૂળનાયક દર્શન કરે તો ર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૫) તીર્થનાયકની પૂજા-સ્નાત્ર કરતાં ૧ હજાર સાગરોપમના પાપ કર્મોનો નાશ થાય છે.

૬) શત્રુંજય તીર્થની યાત્રા કરવાની ભાવનાથી સિદ્ધગિરિ તરફ જતાં દરેક ડગલે હજાર ભવ કોટીના પાપ કર્મોનો નાશ થાય છે.

૭) અન્ય તીર્થે પૂર્વ ક્રોડ વર્ષ આરાધના કરતાં જે ફળ પ્રાપ્ત થાય તેટલું ફળ શત્રુંજય તીર્થ પર નિર્મળ ભાવે માત્ર ૪૮ મિનિટની આરાધનાથી પામી શકાય છે.

૮) શ્રી શંત્રુજય તીર્થને વંદન કરવાથી સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં જે કોઇ તીર્થ છે તે સર્વના દર્શન યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે.

૯) અન્ય તીર્થોમાં ઉગ્ર તપ કરવાથી અને શુદ્ધ બ્રહ્મચર્ય પાળવાથી જે ફળ મળે તેટલું ફળ શત્રુંજયગિરિમાં માત્ર રહેવાથી મળે છે.

૧૦) અન્ય તીર્થે ૧ ક્રોડ મનુષ્યને ઇચ્છિત ભોજન આપવાથી પ્રાપ્ત થતું ફળ આ તીર્થમાં ૧ ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે.

૧૧) શ્રી શંત્રુજય તીર્થ ઉપર કૃષ્ણાગરૂ આદિ ધૂપ ૧૫ ઉપવાસનું, બરાસનો ધૂપ કરવાથી ૩૦ ઉપવાસનું અને સાધુ સાધ્વીજી ભગવંતને વહોરાવવાથી કેટલાયે માસક્ષમણનું પુણ્ય પ્રાપ્ત થાય છે.



Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ