અનુપમા દેવી
*ફક્ત ચોખાનો એક દાણો*
*૮૦૦ વર્ષ પહેલાંની વાત.*
*સ્થળ આબુ દેલવાડા*
*કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે*
*અનુપમા દેવી આવે છે.*
*ને બધાં ઊભા થઈ જાય છે.*
*આંખોમાં અહોભાવ છે.*
*ચહેરા પર કૃતજ્ઞતા છે. હાથ જોડેલા છે.*
*આદેશ કરો - એમ જાણે વગર બોલે*
*તેઓ બોલી રહ્યા છે.*
*ને અનુપમાદેવીએ કહ્યું ,*
*" પ્રવેશદ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે."*
*શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા.*
*" ને મારા હાથમાં પૂજાની છાબ હોવી જોઈએ."*
*શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા.*
*" ને છાબડીમાં ફક્ત એક ચોખો હોવો જોઈએ.*
*બીજું કાંઈ જ નહીં."*
*" હે શેઠાણી બા , અમે એ છાબડીમાં સોનામહોરો , ફૂલો , પૂજાપો ન કંડારી દઈએ ? એક ચોખો જ કેમ ? "*
*ને અનુપમાદેવીએ આંખમાં ઝળઝળિયા સાથે ગળગળા સાદે કહ્યું ,*
*" મારે જગતને એ સંદેશ આપવો છે.*
*કે પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે.*
*તેમાંથી એક ચોખા જેટલું જ અહીં વાપર્યું છે.*
*કરચના ભારોભાર ચાંદી અને સોનું આપ્યાની વાતથી લોકો અમને બહુ મોટા દાનેશ્વરી ન સમજી લે.*
*એટલા માટે જ આ વાત છે."*
*વાત આપણી છે.*
*ક્યાં અનુપમા દેવીની ખજાનો લૂંટાવી દઈને પણ*
*એક ચોખાનો દાણો દેખાડવાની ભાવના*
*ને ક્યાં આપણી એક દાણા જેવું આપીને*
*જોર શોરથી ઢોલ પીટવાની વૃત્તિ ?*
*વિચારો કે આપણે દીકરાને કેટલું આપ્યું*
*એની જાહેરાત આપણે કદી કરી છે ?*
*દીકરીને કેટલું આપીને વળાવી*
*એની તકતી આપણે ક્યાંય લગાડાવી છે ખરી ?*
*ફોરેન ટુર કેટલામાં પડી*
*એનું આપણે બેનર કરાવ્યું છે ખરું ?*
*નવા ઘરને ફાઈનલ આંકડો ક્યાં પહોંચ્યો*
*એનું ક્યાંય બોર્ડ જડે ખરું ?*
*જો ના ,*
*તો જિનશાસન માટે આપેલા નજીવા યોગદાનનો*
*આટલો બધો ઘોંઘાટ શા માટે ?*
*એક સવાલ આપણે આપણને પૂછીએ કે આપણી પાસે જે છે એના કેટલા ટકા*
*આપણે વાપરતા હોઈએ છીએ ?*
*જે છે એ જિનશાસનનું છે*
*એના પાંચ પૈસા ય એને આપતા નથી*
*ને જાહેરાતમાં કોઈ કસર છોડતા નથી.*
*તો ખરેખર આપણે ક્યાં છે એ વિચારીએ.*
*જિનશાસનના આજના મહત્તમ પ્રશ્નનો ઉકેલ છે - અનુપમાદેવી*
*આપણે સહુ અનુપમા દેવી બનીએ*
*પ્રશ્નો પોતાની મેળે પતી જશે.*
Comments
Post a Comment