Parshwanath Dada

શ્રી પાર્શ્વનાથ પ્રભુ પુરુષાદાનીય કેમ કહેવાયા ? તેઓશ્રી નો વિશેષ મહિમા અને ભારતવર્ષમાં સૌથી વધુ જિનાલયો કેમ જોવા મળે છે?

👉કારણ કે.......

શ્રી પાર્શ્વનાથ પ્રભુ તીર્થંકર તરીકેના ભવથી પૂર્વના ત્રીજા ભવમાં શ્રી કનકબાહુ નામે રાજા હતાં શ્રી કનકબાહુ રાજાએ સંયમ નો સ્વીકાર કર્યો. વિધિપૂર્વક વીશ સ્થાનક તપ ની આરાધના કરી. 'સવી જીવ કરું શાસનરસી' ની ઉત્કૃષ્ટ ભાવના ભાવી તીર્થંકર નામ કર્મની નિકાચના કરી.

કાલધર્મ પામી પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્ય વાળા પ્રમુખ દેવ થયાં. એ સમય તેરમાં તીર્થંકર શ્રી વિમલનાથ પ્રભુ નો હતો.

આ પછી બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા ત્યાં સુધી દેવભવમાં રહેલા પ્રભુના આત્માએ શ્રી જિનેશ્વર ભગવંતોના 500 કલ્યાણક મહોત્સવોમાં અગ્રેસર બનીને અપૂર્વ પુણ્યબંધ કર્યો હતો.

500 કલ્યાણક આ રીતે સમજવા.

20 સાગરોપમ ના એ કાળ દરમિયાન 05 ભરત અને 05 ઐરાવત મળી 10 ક્ષેત્રો માં દશ દશ તીર્થંકરો થયા...

એટલે 5 ભરતક્ષેત્ર x 10=50

5 ઐરાવતક્ષેત્ર x10=50

કુલ 100 તીર્થંકર ભગવંતો થયાં.

દરેક તીર્થંકરના 5 કલ્યાણકો ગણતાં કુલ્લે 500 કલ્યાણકો થાય.

દેવલોક માં રહેલા પાર્શ્વનાથ પ્રભુના આત્માએ 20 સાગરોપમના આયુ દરમ્યાન

આ બધાંજ 500 કલ્યાણકો ની ઉજવણીમાં અગ્રેસર બનીને ભક્તિનું ભાથું બાંધ્યું હતું.

આ પુણ્યનો ઉદય પ્રભુને પુરુષાદાનીય બનાવે એમાં આશ્ચર્ય પણ શું છે?

બધા તીર્થંકરો માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની વધુ જગપ્રસિદ્ધતા નો આ પણ એક હેતુ હોઈ શકે..

➡આ ઘટનાને પંડિત શ્રી શુભવીરે શ્રી પંચ કલ્યાણક પૂજા ના પ્રારંભ મા સુંદર રીતે વર્ણવી છે.

કનકબાહુ ભવે, 

બંધ જિનનામનો,

કરીય દશમે દેવલોકવાસી,

સકળ સુરથી ઘણું,

તેજ ક્રાંતિ ભણી,

વીસ સાગર સુખ તે વિલાસી,

ક્ષેત્ર દસ જિનવરા,

કલ્યાણક પાંચસે,

ઉત્સવ કરતાં સુર સાથસું એ,

થઈ અગ્રેસરી,

સાસય જિન તણી,

રચત પૂજા નિજ હાથસું એ?

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ