ઈડર તીર્થ
ગુજરાત ના પ્રાચિન જૈન તીર્થોમાંનુ એક ઇડર તીર્થ. જ્યાં સંપ્રતિકાલિન એટલે મહાવીરસ્વામિ પછીના ૨૮૫ વર્ષ દરમિયાન સંપ્રતિ મહારાજાએ નિર્માણ કરાવેલ શ્રી શાંતિનાથ દાદા સહિતની પ્રતિમાજી બિરાજમાન છે.
પ્રાચીન નામ ઈલાદુર્ગ, ઈડર પહાડ ઉપર રમણીય પ્રકૃતિની વચ્ચે આવેલા ૫૫ ફુટ ઉંચા, દેવવિમાન જેવા દેદિપ્યમાન સંપ્રતિકાલીન બાવન જિનાલયના સત્તરમી સદી બાદ થયેલા જીર્ણોદ્ધાર વખતે ૬૮સેમીની શ્વેતવર્ણનીય પદ્માસનયુક્ત આ પ્રતિમાની મૂળનાયક રૂપે પ્રતિષ્ઠા થઇ, અગાઉ મૂળનાયક શ્રી આદેશ્વરજી હતા.
આ જિનાલય ગભારો, ગુઢ મંડપ, છ ચોકી, ખુલ્લો સભા મંડપ, શૃંગાર ચોકી, ઘુમ્મટબંધ બાવન દેરી, સન્મુખ પુંડરીક સ્વામીની દેરી, કોટયુક્ત, શિખરબંધ રચનાવાળુ છે.
વર્ષો વર્ષ જિર્ણોધ્ધાર પામેલ જિનાલયોમાંનુ પ્રાચિન જિનાલય ખંડેર સ્વરુપે હજુ બિરાજમાન છે. વર્તમાનમાં નૂતન બાવન જિનાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. નૂતન જિનાલય પણ તીર્થ અને પ્રભુની દિવ્યતા અને ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે.
ઇડર તીર્થ અને ગઢનો ઇતિહાસ બહુ જ જૂનો ને ભવ્ય છે.
જીર્ણોધાર અંગે આ મુજબ દેરાસરમાં શિલાલેખ લખાયેલો છે.…👇
ઇડરના આ શ્રી શાન્તિજિનપ્રાસાદનો જીર્ણોધાર સુરિપુરંદર શ્રીમદ આર્યસુહસ્તિ સૂરિ મહારાજના ઉપદેશથી મહારાજા સંપ્રતિએ વીર નિર્વાણથી ત્રીજા સૈકામાં કરાવ્યો સમય જતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજીના પ્રબોધથી જીવદયા પ્રતિપાલક મહારાજા કુમારપાલે વિક્રમના બારમા સૈકામાં તેનો પુનઃદ્વાર કરાવ્યો સૂરિશેખર શ્રી સોમસુંદરસૂરીશના બોધથી ઇડરનિવાસી શેઠ ગોવિંદશાહે પણ વિક્રમ સવંત ૧૫માં સૈકામાંઆ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો મહાન ક્રિયાધારક આચાર્ય શ્રી આનંદ વિમળસૂરિજીએ સવંત ૧૫૪૭માં તથા આચાર્ય શ્રી વિજયદેવસૂરિજીએ સવંત ૧૬૩૪માં ઇડરમાં જન્મી આતીર્થના ઉદ્ધાર કરાવ્યો ન્યાયાભોનિધિ આચાર્યશ્રીવિજયાનંદસૂરિજી (આત્મારામજી) ના અનન્ય પટધર પ્રોઢપ્રતાપી આચાર્ય શ્રીવિજયકમલસૂરિજીએ ફરી જીર્ણોધાર માટે શ્રીસંઘને ઉપદેશ આપ્યો ત્યારે ઑસવાલ વંશીય સૂશ્રાવક શ્રીયુત હેમચંદભાઇ છગનલાલ દોશીએ ઘણો પરિશ્રમ ઉઠાવી અખિલ હિંદના શ્રી જૈન શ્વેતામ્બર સંધમાંથી આસરે રૂપિયા બે લાખ જેટલી ગંજાવર રકમ ભેગી કરી. સવંત ૧૯૭૦માં ઉધ્ધારનું કાર્ય શરૂ કર્યું જેની પૂર્ણાહુતિ સુધીમાં ઇડરના શ્રી સંઘે સારો સહકાર આપ્યો તેનું શિખર વિગેરેનું શેષકાર્ય ઉકૃત સૂરિશ્રીના પટાલંકાર જૈનરત્ન વ્યાખ્યાન વાચક કવિ કૂલકિરીટ આચાર્યશ્રી વિજયલબ્ધિ સૂરીશ્વરજીએ શિષ્ય સમુદાય સાથે સવંત ૧૯૯૪ના ચાતુર્માસ દરમ્યાન બોધ આપી સંપૂર્ણ કરાવ્યું.
Comments
Post a Comment