તપનું મહત્વ

પ્રણામ🙏🙏🙏

જીવનમાં તપ નુ મહત્ત્વ 

💦 જે ક્રિયા વડે  શરીર નો રસ રુધિર  વગેરે  સાત પ્રકારની  ધાતુઓ અથવા  તો  કર્મ સમુહ તાપ પામે શોષાઈ  જાય તેને ""તપ"" કહેવામાં  આવે છે.💦

💦 જીવનની  ચાર ગતિ પૈકી મનુષ્ય ગતિ  સર્વ શ્રેષ્ઠ છે. સર્વોત્કૃષ્ટ  સુખ મોક્ષની  પ્રાપ્તિ માટે મનુષ્યગતિ સિવાય  બીજું કોઇ  સાધન નથી.💦 

💦 દેવો પણ એ દુર્લભ માનવજીવન ને ઝંખે છે. .!માનવજીવન નું ચણતર ધર્મ ના  દ્રઢ પાયા  પર રહેલું છે ધર્મ એ તેજરુપ  છે.💦

💦 જો એ ધર્મરુપી  તેજ લુપ્ત થયું તો? જીવન ની કિંમત કાચના  કટકાની  માફક  નહીંવત્  છે..!💦

💦 દાન, શીલ , "તપ", ભાવ ..એ ચારેય ધર્મ ના સ્તંભ છે.💦

💦 જિનપુજા , સામાયિક, પ્રતિક્રમણ વગેરે  ધર્મકરણી  નિર્જરા ના  હેતુભૂત  છે..પરંતુ કર્મો ના  ક્ષય  માટે તો  ""તપ""  એ જ એક અમોઘ ઉપાય છે.💦

💦 ભવચક્ર માં  અવ્યાબાધ સુખ  પ્રાપ્ત કરવું  તે જ અંતિમ લક્ષ્ય હોવું  જોઈએ.💦

💦 જે  સુખની  પાછળ  દુઃખ  આવે , કે , જન્મ મરણ ના  ફેરા  કરવા પડે  તે  અક્ષયસુખ  ન કહી શકાય .💦

💦 અનુત્તર વિમાનવાસી દેવો  ના સુખની  તુલનામાં કોઇ સુખ  સંસારમાં  નથી છતાં પણ એ અપૂર્વ સુખ  ભોગવ્યાં  પછી  પણ જન્મ , જરા, મરણાદિ નુ દુઃખ સહેવું  પડે છે.💦

 અવિચળ, શાશ્વત , અનુપમ મેય સુખ મુક્તિ માં  જ છે.

🎊 ""તપ""ના આરાધનથી તેવું મુક્તિ સુખ મેળવી  શકાય છે.🎊

      તપ કરવાથી કોણ કોણ તર્યુ ? 

તપ કરવાથી શ્રીપાલરાજા અને મયણાસુંદરી તરી ગયા.

આ જ ભવે  મોક્ષ  થવાનો છે એ જાણવા છતાં તપ કર્યો

🌹 ૪૦૦ દિવસ ના નિર્જળા   ઉપવાસ એ   "શ્રી  આદિનાથ  દાદા" કર્યા એક અને સૌથી વધુ ઘોર ઉપસર્ગ સહીને સાડા બાર વરસ તપ કરનાર  આપણાં "શ્રી મહાવીર સ્વામી પ્રભુ" આ બંને ભગવાન જાણતા હોવા છતાં પણ કર્મ  ખેરવવા ""તપ"" કર્યા.🌹

🥀 ઘોર  તપ કરનાર બ્રાહ્મી અને સુંદરી શ્રી  આદિનાથ દાદાના પુત્રી કે જેમણે  ૬૦૦૦૦ વર્ષ આયંબિલ  કર્યા.🥀  

🌸 છઠ્ઠ ને  પારણે  છઠ્ઠ કરનાર  તપસ્વી "શ્રી ગૌતમ સ્વામી" જેના પ્રભાવે અનંત  લબ્ધિ એમના ચરણોમાં  આળોટતી. અને  એ ""તપ"" ના પ્રભાવે જ તેઓએ  "અષ્ટાપદજી" ની યાત્રા  કરી.🌸

🎊 તપ શક્તિ મુજબ કરાય.🎊

🌼 જે તપ  સમતા સાથે કરવામાં આવે  તે તપ  કર્મ ને  ખેરવી  નાખે છે.🌼 

Comments

Popular posts from this blog

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા

કાર્તિક શેઠ