ઈડર તીર્થ

શ્રી ઈડર તીર્થ ગુજરાત ના પ્રાચિન જૈન તીર્થોમાંનુ એક ઇડર તીર્થ. જ્યાં સંપ્રતિકાલિન એટલે મહાવીરસ્વામિ પછીના ૨૮૫ વર્ષ દરમિયાન સંપ્રતિ મહારાજાએ નિર્માણ કરાવેલ શ્રી શાંતિનાથ દાદા સહિતની પ્રતિમાજી બિરાજમાન છે. પ્રાચીન નામ ઈલાદુર્ગ, ઈડર પહાડ ઉપર રમણીય પ્રકૃતિની વચ્ચે આવેલા ૫૫ ફુટ ઉંચા, દેવવિમાન જેવા દેદિપ્યમાન સંપ્રતિકાલીન બાવન જિનાલયના સત્તરમી સદી બાદ થયેલા જીર્ણોદ્ધાર વખતે ૬૮સેમીની શ્વેતવર્ણનીય પદ્માસનયુક્ત આ પ્રતિમાની મૂળનાયક રૂપે પ્રતિષ્ઠા થઇ, અગાઉ મૂળનાયક શ્રી આદેશ્વરજી હતા. આ જિનાલય ગભારો, ગુઢ મંડપ, છ ચોકી, ખુલ્લો સભા મંડપ, શૃંગાર ચોકી, ઘુમ્મટબંધ બાવન દેરી, સન્મુખ પુંડરીક સ્વામીની દેરી, કોટયુક્ત, શિખરબંધ રચનાવાળુ છે. વર્ષો વર્ષ જિર્ણોધ્ધાર પામેલ જિનાલયોમાંનુ પ્રાચિન જિનાલય ખંડેર સ્વરુપે હજુ બિરાજમાન છે. વર્તમાનમાં નૂતન બાવન જિનાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. નૂતન જિનાલય પણ તીર્થ અને પ્રભુની દિવ્યતા અને ભવ્યતામાં ઓર ઉમેરો કરે છે. ઇડર તીર્થ અને ગઢનો ઇતિહાસ બહુ જ જૂનો ને ભવ્ય છે. જીર્ણો...