સ્નાત્ર પૂજા
.jpg)
|| સ્નાત્રપૂજા-રાજકુમાર નંદિષેણ || જિનેશ્વર ભગવાનનો વિશ્વમાં જોટો ન જડે. ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે ભગવાનનું શરીર ગુણોમાંથી બન્યું છે. પ્રભુના પ્રત્યેક રોમરાજીમાંથી ઝરે છે તે શું છે ? કરુણા અને પ્રેમ. જગતના સર્વ જીવો પર કરુણા અને જગતના સર્વ જીવો પર પ્રેમ. જેના દર્શનથી આત્માની પાંખડી ખૂલી જાય તેવા જિનેશ્વર ભગવાનને સ્નાત્રપૂજામાં વંદન કરવામાં આવ્યા છે. 'કુસુમાભરણ' નામની ગાથામાં શી રીતે સ્નાત્ર ભણવવાનું છે તેની સૂચના મળે છે. સ્નાત્રપૂજામાં શું અમૃતભર્યું છે તે જાણી લો. ભગવાનને સિંહાસન પર બિરાજમાન કરશો ત્યારે પ્રતિમા પરથી પુષ્પો, આભૂષણો વગેરે ઉતારવાના છે. આ બધું કાર્ય વિવેકપૂર્વક કરવાનું છે. વીરવિજયજી મહારાજ સ્નાત્રપૂજામાં શીખવે છે. ઉત્તમ ભાવના ભાવવાની છે. ક્યાંક વિવેક ચૂકવાનો નથી. સ્નાત્રપૂજા એટલે ભગવાનના જન્મોત્સવનું ગાન. વીરવિજયજી સ્વયં સાધુપુરુષ છે. સ્વયં મહાપુરુષ છે. ઉત્તમ ગ્રંથોના લેખક છે. દુનિયાને શ્રેષ્ઢ આપનારા છે. પહેલા શ્લોકમાં જિનેશ્વર ભગવાનનું વર્ણન છે. બીજા શ્લોકમાં કેવી રીતે વિધાન કરશો તે કહે છે. આ જિનેશ્વર ભગવાનની સ્નાત્રપૂજા છે. એ સરળતાથી વહે છે. મહાન રચન...